દહેગામના શહેર સહીત તાલુકામાં પોલીસે દરોડા પાડી બાતમીના આધારે જુગાર રમતા સાત શખ્સોને 73 હજારની રોકડ સાથે ઝડપ્યા
દહેગામ: દહેગામ શહેર અને તાલુકામાં જુગાર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હાલીસા ગામની સીમમાં જુગાર રમાઈ રહયો હોવાની બાતમીના આધારે દહેગામ પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૭૩૬૧૦ રૃપિયાની રોકડ કબ્જે લઈ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી ફુલીફાલી છે ત્યારે દહેગામ પોલીસના પીઆઈ જે.કે.રાઠોડને બાતમી મળી હતી કે હાલીસા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ નજીક ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહયું છે. જે બાતમીના આધારે પોલીસે આ સ્થળે દરોડો પાડીને જુગાર રમતાં રઈજીજી કાંતિજી ઠાકોર રહે.ઝાંક, સંદીપસિંહ દલપતસિંહ ઠાકોર રહે. વાસણા રાઠોડ, અજયકુમાર પ્રતાપસિંહ રાઠોડ રહે.વાસણા રાઠોડ, આકાશભાઈ તેજાભાઈ રબારી રહે.રતનપુર વસ્ત્રાલ, ગાંડાભાઈ મફાભાઈ રબારી રહે.વસ્ત્રાલ, કેતનકુમાર શાંતિલાલ સુથાર રહે. યશોદા ચોકડી અમદાવાદ અને શંકરલાલ દેવજીભાઈ પટેલ રહે. મેમ્કો અમદાવાદને ઝડપી લીધા હતા. પોલીસે દાવ ઉપરના ૭૫૫૦ અને જુગારીઓ પાસેથી ૬૬૦૬૦ મળી કુલ ૭૩૬૧૦ની રોકડ કબ્જે કરી હતી. પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.