News of Tuesday, 15th June 2021
વડોદરા નજીક GIDC સ્થિત એડવાન્સ રેઝીન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ : ભારે દોડધામ
વડોદરા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
વડોદરા નજીક સાવલી મંજુસર GIDC સ્થિત પ્લોટ નં 54-55 માં આવેલી કલર બનાવતી એડવાન્સ રેઝીન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી બીજી તરફ દૂર સુધી વિકરાળ આગ દેખાતી હોય આજુબાજુના ગ્રામજનોમાં પણ દોડી આવ્યા હતા.
આ ઘટના અંગેની જાણ કરાતા વડોદરા ફાયરબ્રિગેડ નો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો.જોકે આ ઘટના માં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, જ્યારે આગ ને લઈ મોટાપાયે નુકસાન થયું હતું. સ્થળ ઉપર પહોંચી ગયેલી પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી
(11:54 am IST)