ગુજરાત
News of Tuesday, 15th June 2021

કોરોના કાળમાં ઓક્‍સિજન રિફીલીંગ પ્‍લાન્‍ટ શરૂ કરનારી રાજ્‍યની સૌ પ્રથમ ગ્રાન્‍ટેડ યુનિવર્સિટી બનવાનું ગૌરવ હેમચંન્‍દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને : વિજયભાઇ રૂપાણી

રૂ. ૬૦ લાખના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયો છે આ ઓક્‍સિજન રિફિલીંગ પ્‍લાન્‍ટઃ ૧૩ કિલો લીટર પ્રવાહી ઓક્‍સિજનની ક્ષમતાના આ પ્‍લાન્‍ટથી એક સાથે ૪૦ સિલીન્‍ડર ભરી શકાશે : મુખ્‍યમંત્રીએ પાટણની હેમચંન્‍દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્‍સિજન પ્‍લાન્‍ટનું વર્ચ્‍યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ

રાજકોટ, તા. ૧પ : મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પાટણની હેમચંન્‍દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્‍સિજન પ્‍લાન્‍ટનું વર્ચ્‍યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી  કર્યુ હતું.

કોરોના કાળમાં ઓક્‍સિજન રિફીલીંગ પ્‍લાન્‍ટ શરૂ કરનારી રાજ્‍યની સૌ પ્રથમ ગ્રાન્‍ટેડ યુનિવર્સિટી બનવાનું ગૌરવ હેમચંન્‍દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે.

રૂ. ૬૦ લાખના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયો છે આ ઓક્‍સિજન રિફિલીંગ પ્‍લાન્‍ટ ૧૩ કિલો લીટર પ્રવાહી ઓક્‍સિજનની ક્ષમતાના આ પ્‍લાન્‍ટથી એક સાથે ૪૦ સિલીન્‍ડર ભરી શકાય છે.

પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમ્‍યાન ઓક્‍સિજન જરૂરિયાત આ પ્‍લાન્‍ટથી પૂર્ણ થઇ શકશે.

આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં રિસર્ચ માટે અને ઉદ્યોગોમાં પણ આ ઓકસીજન નો ઉપયોગ જરૂરિયાત મુજબ  થઈ શકશે.

મુખ્‍યમંત્રીશ્રી એ આ અવસરે સ્‍પષ્ટ પણે કહ્યું કે ગુજરાતમાં ઓકસીજન ના અભાવે એક પણ વ્‍યક્‍તિનું મળત્‍યુ થયું નથી.

રાજ્‍ય સરકારે કેન્‍દ્ર સરકારની મદદ થી રાજ્‍યમાં ઓકસીજન પુરવઠાની વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરી હતી અને રોજની ૨૫૦ ટન ખપત થી ૧૨૦૦ ટન થઈ તો પણ  કોઈ તંગી થવા દીધી નથી એમ તેમણે કહ્યું હતું

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે તેવો વિશ્વાસ મુખ્‍યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ પ્રસંગે વ્‍યકત કર્યો હતો.

મુખ્‍યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ કોરોના ની સંભવિત થર્ડ વેવ સામેનો એકશન પ્‍લાન જાહેર કર્યો છે.

દેશભરના રાજ્‍યોમાં આવો આગોતરો એક્‍શન પ્‍લાન જાહેર કરવાની ગુજરાતની પહેલ હવામાંથી ઓક્‍સિજન બનાવવાના પ્‍લાન્‍ટસ દ્વારા ૩૦૦ ટન ઓક્‍સિજન મેળવી ગુજરાત ઓક્‍સિજનમાં પગભર થશે.

સંભવિત થર્ડ વેવમાં ઓક્‍સિજન માંગને પહોચી વળવા ૧૧પ૦ મે.ટન થી વધારી ૧૮૦૦ મે. ટન ઓક્‍સિજન ક્ષમતા કરવાનું મુખ્‍યમંત્રીશ્રીના નેતળત્‍વમાં ઘડાયેલા એકશન પ્‍લાનમાં આયોજન કરાયું છે.

પાટણના આ ઓક્‍સિજન પ્‍લાન્‍ટ લોકાર્પણમાં  સાંસદ શ્રી ભરતસિંહ ડાભી,   નગરપાલિકા પ્રમુખ સ્‍મિતા બહેન  અને યુનિવર્સિટી વાઇસ ચાન્‍સેલર શ્રી વોરા,રજિસ્‍ટ્રાર, તેમજ જિલ્લા કલેકટરશ્રી ગુલાટી  અને પ્‍લાન્‍ટમાં સહયોગ આપનારા દાતાશ્રીઓ વગેરે જોડાયા હતા.

 

(11:42 am IST)