ગુજરાત
News of Saturday, 15th June 2019

મહેસાણામાં મેઘરાજાની પધરામણી:ધીમીધારે વરસાદ :ગરમીથી ત્રાહિમામ માં લોકોને રાહત

 

રાજ્યમાં મેઘરાજીની પધરામણી થઇ ચૂકી છે. અમદાવાદ, મહેસાણા, સુરત અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

 

મહેસાણામાં પણ અચાનક વાતાવરણમાં પ્લટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોના હૈયા સિઝનના પહેલા વરસાદથી હરખથી છલકાઈ રહ્યા છે.

 

(12:59 am IST)