ગુજરાત
News of Saturday, 15th June 2019

સાણંદમાં હાઉસિંગ બોર્ડના રહીશો અમરણાંત ઉપવાસ પર ઉતર્યા ગટરના પાણીથી સોસાયટીમાં સરોવર સર્જાતા રહેવાસીઓ ત્રસ્ત

નળ સરોવર રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગટરના પાણી ઊભરાવવાની સમસ્યા

 

સાણંદના મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસીઓ અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ  સોસાયટીમાં ગટરના પાણી ઊભરાવવાની સમસ્યાથી ત્રસ્ત છે લોકો પોતાન ઘરની બહાર ઉપવાસ પર બેઠા છે

 સાંણદના નળ સરોવર રોડ પર આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં પૈસા ભરી ઘરના માલીક બન્યા હતા  પણ સરકાર દ્રારા આપવામા આવેલી આવાસ યોજનાના મકાનોમા ગટરોના પાણી ઉભરાય છે. સ્થાનિકો સમસ્યાથી પરેશાન થઇ ગયા છે

   સોસાયટીમાં ગટરના પાણીનો દરિયો ઊભરાયો હોય તેવી સ્થિતિ ઉદભવી છે. મહિલાઓ, પુરુષો અને નાના ભુલકાઓ સહિત વાહન ચાલકોએ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. વારંવારની રજૂઆત છતા સાણંદ નગરપાલિકા, હાઉસીંગ બોર્ડ તેમજ સ્થાનિક તંત્ર આખ આડા કાન કરી રહ્યું છે.

આવાસમાં ગટરના પાણીથી સરોવરનું સર્જન થયું છે. ત્યારે ચોમાસામાં વરસાદના પાણી ભરાશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઇને સ્થાનિકો ચિંતિત છે.

(12:42 am IST)