ગુજરાત
News of Saturday, 15th June 2019

સેન્ટ ઝેવિયર્સ-માઉન્ટ કાર્મેલનો ઉત્સવ યોજાયો

રાજ્યપાલ કોહલીની ઉપસ્થિતિ

અમદાવાદ,તા.૧૫  : ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ ગાંધીનગરની સેન્ટ ઝેવીયર્સ અને માઉન્ટ કાર્મેલ સ્કૂલના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે શિક્ષકોની સ્વતંત્રતા અને પ્રયોગશીલતા ઉપર ભાર આપી જણાવ્યું હતું કે, શાળામાં શિક્ષકોને સ્વતંત્રતા આપવામાં આવતી હોય અને શિક્ષકો સ્વયં પ્રયોગશીલ બની શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવનારા શિક્ષકો વિદ્યાર્થીઓના ઘડતરમાં શ્રેષ્ઠ પ્રદાન કરી શકે છે. ગાંધીનગરની સેન્ટ ઝેવીયર્સ અને માઉન્ટ કાર્મેલ સ્કૂલના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે ગોલ્ડન જ્યુબિલી પરેડની બેટનનો સાનંદ સ્વીકાર કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, શિક્ષણનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓના સશક્તિકરણનું છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્તશક્તિને યોગ્ય માર્ગદર્શન દ્વારા બહાર લાવી છાત્રોને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા સક્ષમ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષણથી જ થાય છે. આજે ભારતમાં પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે, તેની ઝલક આપતા રાજ્યપાલએ આજનો સમય સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગ્લોબલાઇઝેશન અને વૈશ્વિક એકતાનો ગણાવી વિદ્યાર્થીઓને ભાવિ પડકારોનો સામનો કરવાની સજ્જતા કેળવીસર્વાંગી વિકાસની હિમાયતકરી હતી. સર્વાંગી વિકાસ માટે રાજ્યપાલશ્રીએ શારીરિક, વૈશ્વિક, વ્યાયસાયિક અને ભાવનાત્મક કાર્યક્ષમતાનાવિકાસ ઉપર પણ ભાર મૂક્યો હતો.

(9:26 pm IST)