ગુજરાત
News of Saturday, 15th June 2019

નડિયાદના ગોઠાજ નજીક સમાજના ડરથી પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

નડિયાદ: તાલુકાના ગોઠાજ ખાતે. જ્યા પ્રેમમાં પાગલ પંખીડાઓએ સમાજની પરવાહ કર્યા વગર એક થવાના કોલ સાથે આત્મ હત્યા કરી લીધી. યુવતીના પરીવારજનોને યુવક યુવતીનો પ્રેમ કબૂલ હતો, જેથી પરિવારજનો તેમને એક નહી થવા દે તેવી બીકે બંનેએ આત્મહત્યા કરી લીધી. નડિયાદ રેલવે પોલીસે સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

 


નડિયાદ તાલુકાના ગોઠાજ પાસે ગત રાત્રીના સમયે રાણકપુર એક્સપ્રેસ ટ્રેન નીચે કુદી યુવક યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. સૌપ્રથમ તો યુવક યુવતી કોણ છે, તેની પોલીસને ભાળ મળી હતી. પરંતુ બાદમાં તપાસ કરતા બંને યુવક યુવતી પ્રેમી પંખીડા હોવાનું અને સિહુંજના સમશેરપુર ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે બંનેના પરીવારને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા, જ્યા પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતુ કે યુવક સંજય અરવિંદભાઇ પરમાર અને યુવતી વૈશાલીબેન રાઠોડ છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. યુવક યુવતીના પ્રેમ વિષે યુવતીના પરિવારને જાણ થઇ હતી. જેથી બંનેએ લગ્ન માટે પરિવારની મંૂજરી માગી હતી. પંરતુ સંજય પરમારના માતા-પિતા મૃત્યુ પામ્યા હતી. અને તેના માથે અન્ય એક ભાઇ અને બહેનની જવાબદારી હતા. સંજય છુટક મજૂરી કરી કમાતો હોઇ તેની આર્થિક સ્થિતિ પણ ઠીકઠાક હતી, જેથી યુવતીના પરિવારજનોએ લગ્નની મંજુરી આપી હતી. 

(5:01 pm IST)