ગુજરાત
News of Saturday, 15th June 2019

કલોલના નાંદોલીમાં અગમ્ય કારણોસર 27 વર્ષીય યુવકે ઝાડ પર લટકી આપઘાત કરતા અરેરાટી

કલોલ:મૂળ રાજસ્થાનના ડુંગરપુરના ચીખલીમાં રહેતો પોપટ સોમાભાઇ ડામોર ઉ.વ.૨૭ અને તેની પત્ની દશેક દિવસ અગાઉ કલોલના નાંદોલીમાં મજૂરી કામ માટે આવ્યા હતા અને મજૂરી કામ કરી અહીં રહેતા હતા. ત્યારે ગઇકાલે રાત્રે પોપટ ઘરેથી પાણીની બોટલ ભરી કુદરતી હાજતે જાઉં છું એમ કહી નીકળ્યો હતો. 

 


ત્યારે ઘણા સમય બાદ પણ તે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રાત્રે નાંદોલી ગામની સીમમાં ભલજીપુરાના તળાવ પાસે આવેલા એક ઝાડની ડાળીએ દુપટ્ટા વડે તેની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પરિવારજનોએ સ્થળ ઉપર હૈયા ફાટ આક્રંદ મચાવી મૂક્યું હતું. 

(4:59 pm IST)