News of Saturday, 15th June 2019
મોડાસામાં જાહેર સ્થળોએ ધ્રુમપાન કરનાર અને પાન-મસાલા ખાનાર સામે તવાઈ :દંડ ફટકાર્યો
દંડ વસુલાતની કાર્યવાહીથી ગુટકા પાન મસાલા ખાનાર અને ધ્રુમપાન કરનાર રફુચકકર
મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં ડી.વાય.એસ.પી ઈશ્વર પરમાર અને મોડાસા ટાઉન પોલીસે તમાકુ નિયત્રંણ અધિનિયમ-૨૦૦૩ કલમ હેઠળ જાહેર સ્થળોએ ધ્રુમપાન કરનાર અને તમાકુ યુક્ત પાન-મસાલા ખાનાર લોકો સામે તવાઈ બોલાવી દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં ૬ લોકોને દંડ ફટકારી સ્થળ પર દંડની વસુલાત કરી હતી .
ડીવાયએસપી ઈશ્વર પરમારની રાહબળી હેઠળ મોડાસા ટાઉન પોલીસે મોડાસાના ચાર રસ્તા પર જાહેરમાં ધ્રુમપાન કરનાર અને પાન-મસાલા ગુટખા ખાનાર ૬ શખ્શો સામે તવાઈ બોલાવી હતી. આ તમામ સ્થળ પર દરેક શખ્શ પાસેથી ૧૦૦ રૂપિયા દંડ વસુલાત કરતા પાન-મસાલા, ગુટખા અને ધ્રુમપાન કરનાર યુવકો અને લોકો રફુચક્કર થઈ ગયા હતા.
(12:12 am IST)