ગુજરાત
News of Friday, 15th June 2018

મેઘરજમાંથી અગાઉ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરનાર સાત વિરુદ્ધ ગુનો નોંધાયો

મેઘરજ:નગરમાંથી ૩ વર્ષ અગાઉ એક યુવતીને શાળાના શિક્ષકે સ્કૂલના કામે તાલીમ માટે બહાર જવાનું કહીને અપહરણ કરી રાજ્યના જુદા જુદા શહેરોમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મેઘરજ પોલીસ સ્ટેશને શિક્ષક સહિતના સાત ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મેઘરજ નગરની એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી શાળાના શિક્ષક સંજીવ ભીખાભાઈ પટેલેેે ગત તારીખ ૩૦/૦૫/૨૦૧૫ના રોજ અપહરણ કર્યું હતું અને ઇકો ગાડીમાં બેસાડી મેઘરજ મોડાસા માર્ગ ઉપર જઈને ગાડીમાં એક બોટલમાંથી કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી દીધી હતી. ત્યારબાદ આ શિક્ષકે લગ્ન કરવાની લાલચ આપી આ શિક્ષકે રાજ્યના અંબાજીથી મહેસાણા, મહેસાણાથી અમદાવાદ, અમદાવાદથી ગાંધીનગર સહિતના જુદા જુદા શહેરોમાં શિક્ષિકા પર દુષ્કર્મ આચર્યું હતું. અને આ શુક્ષિક આ શિક્ષિકાને અવારનવાર મારઝૂડ કરતો હતો.

(6:27 pm IST)