ગુજરાત
News of Friday, 15th June 2018

મહેમદાવાદ તાલુકાના પથાવતમાં ઝાડના પૈસા બાબતે બે પાડોશી ખેડૂતો બાખડ્યા

મહેમદાવાદ: તાલુકાના પથાવતમાં સહિયારા ઝાડના પૈસા બાબતે પડોશી ખેડૂતો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં લોખંડની નરાશ મારી ઈજા કર્યાના બનાવ અંગે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના પથાવતમાં ખાલસીયાવાળા ખેતરમાં સોમાજી આતાજી ઝાલાનું ખેતર આવેલ છે. ગત તા.૧૨--૧૮ના રોજ ઉદેસીંગ વજેસીંગ ઝાલા પોતાના ખેતરમાં ચારો લેવા ગયો હતો ત્યારે સોમાજી આતાજી તથા રોહિત ઝાલા પણ ખેતરમાં હતા. ત્યારે ઉદેસીંગે જણાવેલ કે આપણા સહિયારા ઝાડોના પૈસા અમોને કેમ આપતા નથી. તેમ કહેતા સોમાજી ઝાલાએ ઉશ્કેરાઈ જઈ ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતા લોખંડની નરાશ લઈ આવી ઉદેસીંગ ઝાલાને માથામાં તેમજ કપાળમાં મારી ઈજા કરી હતી. જ્યારે રોહિતભાઈ ઝાલાએ લાકડી મારી ઈજા કરી હતી

બનાવ અંગે ઉદેસીંગ ઝાલાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:26 pm IST)