ગુજરાત
News of Friday, 15th June 2018

સુરતમાં શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની ઉપર દુષ્‍કર્મ બાદ કોર્ટ મેરેજ કરી લીધાઃ વિદ્યાર્થીનીને ૮ લાખ રૂપિયા ઘરેથી લાવવા માટે દબાણ કર્યુઃ શિક્ષકના મિત્રો પણ ઘરે આવીને છેડતી કરતા પોલીસ ફરિયાદ

સુરતઃ ડિંડોલી નવાગામ જલારામનગર સોસાયટીમાં રહેતા અને હાલમાં ઉઘનાની સ્કૂલના ટીચર વિજય દિલીપ પાટોલે 2013માં ડિંડોલીની વિદ્યાવિહાર સ્કૂલમાં 12મા ધોરણની એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી, તેણે વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો, જેને બતાવીને તેને બ્લેકમેલિંગ કરતો હતો. આ દરમિયાન તેણે વિદ્યાર્થીનીને નવસારી લઇ જઇ જ્યાં સંજયા હોટલ અને હજીરા સુવાલી બીચ પર શારીરિક સંબંધ બાંધ્યા હતા.

શિક્ષકની આ પ્રકારની હરકતની જાણકારી વિદ્યાર્થીના માધ્યાથી તેના પરિવારવાળાઓને થઇ, તો શિક્ષકે વિદ્યાર્થીના પરિવારજનોની માફી માંગી હતી. ત્યારબાદ પણ તેણે પોતાની કરતૂત ચાલુ રાખી. ટીચરે ફરી વિદ્યાર્થીને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું. ત્રણ મહિના પહેલાં જ આ વિદ્યાર્થીની સાથે શિક્ષકે કોર્ટ મેરેજ કરી લીધા હતા. 

લગ્નના એક મહિના બાદ શિક્ષકે પોતાનું અસલી સ્વરૂપ બતાવી દીધું. તેણે વિદ્યાર્થીની પર ઘરેથી 8 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કર્યું. સાથે જ માનસિક-શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. આ ઉપરાંત શિક્ષકનો મિત્ર સાવન પાંડે, વિશાલ અને આનંદ પણ ઘરે આવીને તેની સાથે છેડતી કરતા હતા. કંટાળીને વિદ્યાર્થીએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે વિજય પાટોલ અને તેના મિત્ર સાવન, વિશાલ અને આનંદ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોસ્કોની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

(6:16 pm IST)