નર્મદા જિલ્લાના NDPS નાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જિલ્લા SOG ટીમ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન તથા સુચના મુજબ જીલ્લાના એન.ડી.પી.એસ. ના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પરીણામલક્ષી કામગીરી અનુસંધાને ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનાના કામે નાસતો ફરતો અશોકભાઇ ઉર્ફે અશોક મહારાજ રમેશભાઇ પટેલ(રહે,પશુપતિનાથ મહાદેવ મંદિર ધાણીખુટ તા.નેત્રંગ જી.ભરૂચ મુળ રહે , કાંગવી રાઉત ફળીયુ તા.ધરમપુર જી.વલસાડ )નો પોતાની અટકાયત ટાળવા સારૂ એક બીજા સ્થળે સ્થળાંતર કરી નાસતો ફરતો હોય જેને પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટ એસ.ઓ .જી. નર્મદાની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફનાં પોલીસ માણસો ધ્વારા ટેકનીકલ સર્વેલન્સની મદદ તથા ખાનગી બાતમીદારથી માહિતી મેળવી કાંગવી ગામ રાઉત ફ્ળીયુ , તા.ધરમપુર , જી.વલસાડ ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ ડેડીયાપાડા પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે .