ગુજરાત
News of Friday, 15th May 2020

અમદાવાદ એલિસબ્રિજ પોલીસે બાતમીના આધારે આંબેડકર કોલોની પાછળ દારૂનો વ્યવસાય કરનાર શખ્સને ઝડપી પાડ્યો

અમદાવાદ: શહેરમાં એલિસ બ્રિજ પોલીસને માહિતી મળી હતી કે આંબેડકર કોલોની પાછળના ગેટ પાસે એક શખ્સ દેશી દારૂનો વ્યવસાય કરે છે

જેને આધારે પોલીસે તપાસ કરતા સંજય ઉર્ફે કબુતર જે પૂછડિયા દેશી દારૂનું વેચાણ કરતો મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે સાત લિટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

(5:59 pm IST)