ગુજરાત
News of Friday, 15th May 2020

અમદાવાદના વાસણમાં શાકભાજી વેચનાર મહિલા સહીત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો

અમદાવાદ: શહેરના વાસણામાં સ્વામિનારાયણ પાસે શાકભાજી વેચતા એક મહિલા સહિત ત્રણ શખ્સોની વાસણા પોલીસે ધરપકડ કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

તે સિવાય વાસણામાં બાપા સીતારામ મંદિર ગલી પાસે શાકભાજી વેચતા સની પોલીસે ધરપકડ કરી હતી. અન્ય બનાવમાં સરસપુરમાં પીકપ ગાડીમાં શાકભાજી વેચતા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે સરસપુર ચાર રસ્તા પાસે અને પોટલીયા ચાર રસ્તા પાસે શાકભાજી વેચતા મહિલા સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.

(5:58 pm IST)