News of Friday, 15th May 2020
ઝગડીયાના વણાકપોર ગામે બહારથી આવેલ વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
અમદાવાદ રહેતી દિકરીને પિતા વણાકપોર લાવતા બાપ દિકરી કાયદાના સકંજામાં
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે રહેતા ભાવેશભાઇ રમણીકલાલ શાહ તા.10 મી મે ના રોજ અમદાવાદ ખાતે રહેતી તેમની દિકરી ધરતીબેન શાહને વણાકપોર ગામે લાવ્યા હતા.
રાજપારડી પોલીસ ને આ બાબત ની ખબર મળતા તેઓ પાસે એક જિલ્લામાંથી બીજા જિલ્લા માં જવા અંગેનો સક્ષમ અધિકારીનો મંજુરી પત્ર માંગતા તે મળી શકેલ નહિ....
જેથી પોલીસે બન્ને બાપ દિકરી ભાવેશભાઇ રમણીકલાલ શાહ તેમજ ધરતીબેન શાહ વિરુદ્ધ સરકારી જાહેરનામાનો ભંગ કર્યા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ધરતીબેન અમદાવાદથી વણાકપોર આવ્યા હોવાની ખબર મળતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના પરિવારને હોમ ક્વોરેન્ટાઇન પણ કરાયો હતો.
(9:27 pm IST)