ગુજરાત
News of Wednesday, 15th May 2019

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ખંભીસર ગામમાં : DySP ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટીનો ગુન્હો નોંધવા માંગ

કોઈપણ પ્રકારનું વૈમનષ્ય થાય એવું કશું ઉભું કરવા માંગતા નથી

મોડાસાના ખંભીસર પહોંચેલા જીગ્નેશ મેવાણીએ દલિતોના વરઘોડા પર થતા હુમલા અંગે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરેલી પ્રેસ કોન્ફરન્સ અંગે ટીકા કરી થાનગઢનો રિપોર્ટ દબાવીને બેઠા છે, ઉનાના અને ભાનુભાઈના પરિવારજનોને ન્યાય નથી મળ્યો,જમીનોના કબ્જા ફક્ત કાગળ પર, ઉભરાતી ગટરોમાં ઉતારી દલિતોને મારવાનું ચાલુ ગ્રામ્ય વિસ્તારોમાં આભડછેટ ચાલુ કઈ રીતે પ્રદીપસિંહ કહે છે કે દલિતોની સાથે છું. મજાક કરો છો આજે પણ આ પીડિત પરિવાર ભયના ઓથાર હેઠળ અને એફઆઈઆર લેવાતી નથી. આ પ્રદીપસિંહની કોન્ફરન્સ ખાલી હોવાનું અને દલિતોને કોઈ લાભ થતો ન હોવાનું જણાવ્યું હતું.

 ખંભીસર પીડિત પરિવારની મુલાકાતે પહોંચેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગામના કોઈપણ લોકો સાથે પૂર્વગ્રહ ન હોવાનું જણાવી આજે પણ દોસ્તીનો હાથ લંબાવવા તૈયાર હોય તો અમે સાથે બેસવા તૈયાર હોવાનું જણાવ્યું હતું અને કોઈપણ પ્રકારનું વૈમનષ્ય થાય એવું કશું ઉભું કરવા માંગતા નથી દલિતો પર થતા અત્યાચાર અંગે જીગ્નેશ મેવાણીને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના મૌન અંગે પુછાતા તેમને આ અંગે મીડિયાએ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ને પૂછવું જોઈએ કહી ચુપકીદી સાધી લીધી હતી.

આઝાદીના ૭૨ વર્ષ પછી અનુ.જાતિ સમાજના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડના વરઘોડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ગામની મહિલાઓએ જાહેરમાર્ગ પર ભજન-કીર્તન કરી વરઘોડો અટકાવ્યા પછી પોલીસતંત્રની નિષ્ફળતાના પગલે બંને સમાજના લોકો આમને-સામને આવી જતા ઘર્ષણ થતા વરઘોડો અધૂરો રહ્યો હતો ત્યારબાદ ગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે વડગામના ધારાસભ્ય અને દલિત અધિકાર મંચના જીગ્નેશ મેવાણી બુધવારે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને પોલીસતંત્રની નિષ્ફળતા થી ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હોવાનું જણાવી મહિલા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવાની માંગ કરી હતી અને અરવલ્લી અને મોડાસા પોલીસ દલિત વિરોધી માનસિકતા સાથે વર્તી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

(7:11 pm IST)