ગુજરાત
News of Wednesday, 15th May 2019

આણંદના લાંભવેલમાં નજીવી બાબતે પિતા-પુત્રએ તકરાર કરી એક શખ્સને લોખંડનો પાઇપ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી

આણંદ: તાલુકાના લાંભવેલ ગામના અંબિકા નિવાસ ખાતે ગઈકાલે સવારના સુમારે જાળી ખોલવાની બાબતે પિતા અને બે પુત્રોએ તકરાર કરીને એકને માથામાં લોખંડની પાઈપ મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર પરમ દિવસે પરેશભાઈ અંબાલાલ પટેલે જાળી ખોલી નાંખી હતી. જે બાબતે નજીકમાં જ રહેતા ભુપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેેલે ઠપકો કર્યો હતો. 

(5:47 pm IST)