ગુજરાત
News of Wednesday, 15th May 2019

દહેગામ તાલુકામાં બેફામ ચાલતું ડમ્પર બસ સ્ટેન્ડમાં ધડાકાભેર ઘુસી જતા અફડાતફડી

દહેગામ:તાલુકામાં બેફામ ચલાવતા ડમ્પરો પર કોઇની લગામ નથી. જગ જાહેર છે કે તાલુકામાં ચાલતા ડમ્પરો કેટલી સ્પીડમાં અને કેટલી ગફલતભરી રીતે ડમ્પરો હંકારતા હોય છે. ઓવરલોડ રેતી અને કપચી ભરીને નીકળતા આ વાહનો સામે તંત્રના અધિકારીઓની રહીમ નજર રહે છે માટે કોઇ કાઇ બોલી શકતું નથી.

ત્યારે શહેર અને તાલુકામાં કેટલાય લોકોએ બેફામ બની ગયેલા આ ડમ્પરોની અડફેટે આવી અને પોતાના જીવ ગુમાવ્યા છે. બેફામ ચાલતા આ ડમ્પરો પર કોઇની લગામ નથી અને કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ભરપૂર દાદાગીરીથી હંકારતા આ ચાલકો માટે કોઇ નિયમ બનાવવા માટે લોકોમાં માંગ ઉઠી રહી છે.

(5:43 pm IST)