ગુજરાત
News of Wednesday, 15th May 2019

બનાસકાંઠામાં વજનની ઘટ ધરાવતાં ડીએપી ખાતરના ૬૫૦૦ કટ્ટા પરત લેવાશે

તંત્રની તપાસમાં ૨૦ જગ્યાએ ૨૭૦ થી ૬૦૦ ગ્રાજ જેટલા ખાતરની ઘટ હોવાનું ખુલ્યું

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં પણ ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછું હોવાનું ખુલ્યું છે  આ અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતાં ૨૦ જગ્યાએ ૨૭૦ થી ૬૦૦ ગ્રાજ જેટલા ખાતરની ઘટ હોવાનું જણાયું હતુ. આથી આવા ઘટ ધરાવતાં ૬૫૦૦ કટ્ટા પરત લેવામાં આવશે.

   જેતપુરમાં ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછુ હોવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછું હોવાનું સામે આવ્યું છે.

   આ અંગે જાણવા મળ્યા મુજબ બનાસકાંઠામાં જુદાજુદા સ્થળોએ તપાસ કરવામાં ૨૦ જગ્યાએ ૨૭૦ થી ૬૦૦ ગ્રાજ જેટલા ખાતરની ઘટ હોવાનું ખુલ્યું છે આથી આવા ઘટ ધરાવતાં ૬૫૦૦ કટ્ટા પરત લેવામાં આવશે. જેમાં પણ જી. એસ. એફ.સી.ના ઉત્પાદક યુનિટમાંથી પેકીંગ થઇને આવેલા ખાતરમાં જ આ ઘટ જોવા મળી છે. અન્ય યુનિટમાંથી આવેલા ખાતરમાં કોઇ ક્ષતિ ન હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતુ.

(12:39 pm IST)