ગુજરાત
News of Wednesday, 15th May 2019

વાવમાં તસ્કરો બેલગામ ;એક જ રાતમાં ચાર દુકાનોના તાળા તૂટતાં ગ્રામજનોમાં રોષ

વાવ :વાવ શહેરમાં ચોરી-ચીલ ઝડપ, ખીસ્સા કાતરૂના ર૦ થી વધુ બનાવો બહાર આવ્યા છે  ૧૦ દિવસ અગાઉ એક જ દિવસમાં ખીસ્સા કાતરૂ અને ચીલ ઝડપ ખોરો શહેરમાંથી રૂપિયા ૧ લાખની રકમ લઈને છુમંતર થઈ ગયા હતાં. તેવામાં ગત મધ્યરાત્રીએ શહેરના હીંગળાજ કોમ્પલેક્ષ અને મંગલમૂર્તિ કોમ્પલેક્ષના એક સાથે ચાર તાળાં તૂટતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

  જાકે ચોરનો ચહેરો સી.સી.ટી.વી ફુટેઝમાં બહાર આવી ગયો છે. હવે પોલીસ  ગુનાઓની તપાસ કરે તો અન્ય ચોકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. વાવ શહેરના અગ્રણીઓએ જણાવ્યું હતુ કે વાવ પોલીસ સ્ટેશનનો લેન્ડ લાઈન છાશવારે બંધ આવે છે તો ગંભીર ગુનાઓની રાત્રે જાણ કેવી રીતે કરવી? વધૂમાં જવાબદાર અધિકારીઓ મોબાઈલ ફોન રાત્રે રીસીવ કરતાં નથી.

(12:22 pm IST)