ગુજરાત
News of Wednesday, 15th May 2019

ધો. ૧૨ પછી શું ? ડો. મનીષ દોશી સંપાદિત 'ઈ-બુક'નું વિમોચન

રાજકોટ, તા. ૧૫ :. ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતુ માર્ગદર્શન મળે અને તેમની કારકીર્દિ ઉજ્જવળ બને તે માટે સતત ચૌદમાં વર્ષે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશી સંપાદિત 'કારકીર્દિના ઊંબરે' ધોરણ ૧૨ પછી શું ? કારકીર્દિ માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને સાંસદ રાજીવ સાતવજી, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓની હાજરીમાં યોજાયેલ છે. કાર્યક્રમ આજે સવારે રાજીવ ગાંધી ભવન - અમદાવાદ ખાતે યોજાયો હતો. વધુ માહિતી માટે મો. ૯૪૨૬૦ ૦૧૫૯૯ ઉપર સંપર્ક સાધવો

(10:05 am IST)