ગુજરાત
News of Tuesday, 15th May 2018

રાજ્યના આઠ મહાનગરોમાં 31મી ઓગસ્ટથી એપીએલ કાર્ડધારકોને કેરોસીન બંધ

બીજા તબક્કામાં રાજ્યમાં 1 ડિસેમ્બર બાદ એપીએલ કાર્ડધારકોને કેરોસીન મળશે નહીં

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આઠ મહાનગરોમાં તમામ એપીએલ કાર્ડધારકોને આગામી ૩૧મી ઓગષ્ટથી કેરોસીન આપવાનું બંધ કરાશે ત્યારબાદ બીજા તબક્કામાં રાજ્યના તમામ જીલ્લા મથકોએ ૧ ડિસેમ્બર ૨૦૧૮ પછી એપીએલ કાર્ડધારકોને કેરોસીન મળશે નહી
   ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બીપીએલ યાદી માટે સર્વે કરવામાં આવ્યો નથી. ત્યારે ખાસ કરીને શહેરી વિસ્તારમાં બીપીએલ અને એએવાય કાર્ડધારકોની સરખામણીમાં એપીએલ કાર્ડધારકોની સંખ્યા ઘણી જ વધારે હોવાથી ગેસ જોડાણ નહિ ધરાવતા મધ્યમ વર્ગના લાખો કાર્ડધારકોને હવે કેરોસીન વિના ગેસ જોડાણ મેળવવા ભારે દોડધામ કરી કાળાબજારનો ભોગ પણ બનવું પડશે.

(8:32 pm IST)