ગુજરાત
News of Thursday, 15th April 2021

મોટાલીમટવાડા ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ટ્રકના ચાલકોને ઇજા એકનું મોત થતાં ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ને ઇજાઓ થઈ હતી જ્યારે અન્ય એક ચાલકનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ હર્ષદભાઇ અરવિંદભાઇ બારીયા રહે સુરવા મંદિર ફળીયુ તા.તિલકવાડા એ આપેલી ફરિયાદ મુજબ મોટા લીમટવાડા ગામ પાસે જગદીશભાઇ કાલીદાસ વસાવા,રહે કદવાલી. તા. વાલીયા,જીલ્લો ભરૂચ નાએ પોતાના કબજામાની ટ્રક નંબર GJ - 34- T-0825 પુરઝડપે હંકાર લાવી ફરીયાદીની ટ્રક નંબર GJ - 16 - W - 3008 સાથે અથાડી એકસીડન્ટ કરી તેમને શરીરે ઇજાઓ કરી તેમજ જગદીશભાઈ એ પોતાને પણ ગંભીર ઇજાઓ પહોચાડી પોતાનું મોત નિપજાવી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:42 pm IST)