ગુજરાત
News of Thursday, 15th April 2021

નવા રાજુવાડિયા ગામ નજીક જાહેરમાં માસ્ક વિના એકઠા થયેલા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નવા રાજુવાડિયા ગામ પાસે માસ્ક વગર ભેગા થયેલા ચાર શખ્શો  વિરુદ્ધ આમલેથા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવારાજુવાડીયા ગામે નાવરા ઉમરવા જવાના ત્રણ રસ્તા ઉપર જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી કોરોનો વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરનાર કલ્પેશભાઇ નરેન્દ્રભાઇ પટેલ,પંકજભાઇ જશભાઇ પટેલ ,નિકુલભાઇ ચંદ્રકાંત પટેલ, નિપેશભાઇ ભરતભાઇ પટેલ તમામ રહે.નવા રાજુવાડીયા .નાંદોદ સામે આમલેથા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે

(11:40 pm IST)