ગુજરાત
News of Thursday, 15th April 2021

રાજપીપળા શહેર ત્રીજા દિવસે પણ સંપૂર્ણ બંધ રહ્યું: શુક્રવાર થી ધંધા શરૂ કરવા વેપારીઓ ની તૈયારી

ત્રણ દિવસ બજારો બંધ રાખ્યા બાદ કોરોનાના કેસોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી ,ઉપરથી મૃત્યુ આંકમાં વધારો નોંધાયો છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર ત્રણ દિવસ બંધ રાખવા અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે મિટિંગ થઈ અને તમામ વેપારીઓ અને લારી-ગલ્લા વાળા નાના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધનું બરાબર પાલન પણ કર્યું પરંતુ ગુરુવારે ત્રીજા દિવસના બંધ બાદ શુક્રવારથી ધંધા શરૂ કરવા વેપારીઓ એ તૈયારી કરી લીધી છે.

  જોકે સવાલ એ ઉભો થાય છે કે આ ત્રણ દિવસના બંધ માં મોટા અને નાના તમામ વેપારીઓની આવક અટકી પડી જેની સૌથી મોટી અસર નાના વેપારીઓ પર પડી છતાં ત્રણ દિવસમાં કોરોનામાં કેસમાં કોઈ ખાસ ઘટાડો નથી બલ્કે ત્રણ દિવસમાં રાજપીપળા કોવિડમાં મૃત્યુ આંક વધી ગયો છે.ત્યારે સ્વૈચ્છિક બંધ રાખવાના આ નિર્ણયમાં વેપારીઓનું આર્થિક નુકશાન થયું છે એ બાબત ચોક્કસ છે.

(11:39 pm IST)