ગુજરાત
News of Thursday, 15th April 2021

બૂટલેગરોની ચાલના થયા બેહાલ:હાલ કોવિડ પેશન્ટ માટે એમ્બ્યુલસનો અભાવ ત્યારે દમણ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલસ દારૂ ની હેરાફેરીમાં પકડાઈ

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી પારડી પીએસઆઈ બી.એન. ગોહિલ તેમજ તેમની ટીમે બૂટલેગરોની ચાલને પાંગળી સાબિત કરી દીધી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે ડો રાજદીપસિંહ ઝાલા નું આગમન થયું છે ત્યાર થી બૂટલેગરો ને ગ્રહણ લાગી ગયુ છે પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એન.ગોહિલ પણ શિક્ષક રહી ચૂક્યા છે જેને કોઈ છેતરી શકે તેમ પણ નથી પારડી પોલીસ સ્ટેશન માં તેના આગમન થી બધી ચેક પોસ્ટ તેમજ પારડી પોલીસ સ્ટેશન એક્ટીવ થય ગયુ છે બૂટલેગરોના અનેક કીમિયા ફેલ ગયા છે ત્યારે આજરોજ દમણ થી દારૂ આપનાર વિશાલ રાજુ પટેલ જે પોતેજ કિકરલા ઉતારવાનો હતો જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જ્યારે પારડી ના બગવાળા સ્કૂલ પાસે થી પસાર થતી દમણ સરકારી એમ્બ્યુલસ
ડીડી03 પીઓ 109માં દારૂ લઈ જતો નિખીલ ઉર્ફે નિરવ જે 120 બોટલ જેની કિંમત 12000 થાય છે તેને પોલીસે પાંજરે પૂર્યો હતો વધુ તપાસ પોલીસ કરી રહી છે

(10:38 pm IST)