ગુજરાત
News of Thursday, 15th April 2021

પાટણની ધારપુર હોસ્પિટલમાં બેડ ખૂટી ગયા: 220 દર્દીઓની ક્ષમતા સામે 230 દર્દીઓની કોરોના સારવાર

પાટણ જીલ્લામાં દર ચોવીસ કલાકમાં 100થી વધુ કેસ કોરોના પોઝિટિવ આવતા દોડધામ

પાટણ : કોરોનાનાં વધતા કેસને લઈ ધારપુર હોસ્પિટલમાં બેડ ખૂટી ગયા છે. ધારપુર સુપ્રિરિટેન્ડન્ટ ડૉ. એમ. આર. રામાવતે જણાવ્યુ હતું કે ધારપુર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટેના બેડ ખૂટી પડ્યા છે. ધારપુર હોસ્પિટલમાં 160 બેડની ઉભા કરવામાં આવ્યા હતાં. આ સાથે જ ધારપુર હોસ્પિટલમાં બે દિવસમાં વધુ 60 બેડ કરવામાં આવ્યા છે. જોકે આ તમામ 220 બેડ કોરોનાનાં દર્દીઓથી ભરાઈ ગયા છે. તેમજ હાલ કોવિડ વોર્ડમાં 220 દર્દીઓની ક્ષમતા સામે 230 દર્દીઓ હાલ કોરોનાની સારવાર હેઠળ છે. જેનાથી 230 માંથી 40 પેશન્ટની હાલત ક્રિટિકલ છે. પાટણ જીલ્લામાં દર ચોવીસ કલાકમાં 100થી વધુ કેસ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જેને લઈ આવનારો સમય વધુ ઘાતક સાબિત થઇ શકે છે

(12:06 pm IST)