ગુજરાત
News of Wednesday, 14th April 2021

રાજપીપલા કલેકટર કચેરી સામે મો.સા.પર ત્રણ સીટ બેસી જનાર ચાલાક સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા માં હાલ કોરોના બાબતે જાહેરનામું લાગુ કરાયેલું હોવા છતાં મો.સા.પર ત્રણ સવારી જનાર ચાલાક વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પીએસઆઇ એ.એસ.સીન્ધી માઉન્ટેડ શાખા નર્મદા ની ફરિયાદ મુજબ મયુરભાઈ જયેશભાઈ માછી, રહે.રાજપીપલા સબ જેલ પાસે એ  કલેક્ટર કચેરી સામે જાહેરમાં પોતાની જીજે.૨૨.એફ .૨૦૦૭ મો.સા ઉપર ત્રણ માણસો બેસાડી ચલાવી લાવી જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(1:07 am IST)