ગુજરાત
News of Wednesday, 14th April 2021

ડેડીયાપાડાના નાની બેડવાણ ગામથી પોલીસ તથા મેડીકલ ટીમે બોગસ તબીબ ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં કેટલાક બોગસ ડોક્ટરો પોતે ડોકટર ન હોવા છતા એલોપેથીક દવાઓ વડે તબીબી પ્રેક્ટીશ કરી ગેરકાયદેસર રીતે જાહેરમાં દવાખાના ખોલી પોતે નિષ્ણાત ન હોવા છતા દાક્તરી સેવાના સાધનો વડે પોતાના આર્થિક ફાયદા સારૂ લોકોના સ્વાથ્ય સાથે ચેડા કરતા હોવાની હકિકત આધારે પોલીસ અધિક્ષક નર્મદા હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર ની આવા બોગસ ડોક્ટરો પકડી કાયદેસર કાર્યવાહી કરવા ની સુચના આધારે પો.સબ. ઇન્સ. એ. આર. ડામોર દેડીયાપાડા પો.સ્ટે.તથા મેડીકલ ઓફીસર ભાવીન વસાવા પી.એસ.સી.ગોપાલીયા ની ટીમે સંયુક્ત રીતે બાતમી આધારે નાની બેડવાણ ગામે મેઇન બજારમાં આવેલ બોગસ તબીબ તારકચંદ્ર કાર્તીક ચંદ્ર શીલ હાલ રહે - નાની બેડવાણ પ્રાથમિક શાળા પાસે , મેઇન બજાર તા.દેડીયાપાડા, મુળ રહે.કાઠાલીયા તા. નંદનપુર જી.નદીયા ( વેસ્ટ બંગાલ ) ને ગુજરાત સરકાર માન્ય ડીગ્રી કે સર્ટી વગર મેડકલ પ્રેક્ટીસ કરી મેડીકલ સામગ્રી વિગેરે મળી કિંમત રૂપિયા ૧૮,૭૯૬/- ના મુદામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

(1:01 am IST)