ગુજરાત
News of Sunday, 15th April 2018

રાજ્યમાં ત્રણ દિવસ ગરમી કાળોકેર વર્તાવશે :અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચશે

ઉત્તર-પશ્ચિમથી ફુંકાતા પવનો આગામી દિવસોમાં તાપમાનમાં સતત વધારો થશે ;હવામાન વિભાગની આગાહી

અમદાવાદ:રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી તાપમાન વધુ રહેવાની આગાહી કરી છે.રાજ્યમાં મહત્તમ તાપમાન અમદાવાદ-ગાંધીનગર-અમરેલીમાં 41 ડિગ્રી નોંધાયું હતુ. આવનારા ત્રણ દિવસ દરમ્યાન અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ રહે તેવી આગાહી કરવામાં આવી છે

  . હવામાન વિભાગના મતે હાલ ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાઇ રહ્યો છે અને આગામી દિવસોમાં ગરમીમાં તબક્કાવાર વધારો થતો જશે. અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષથી એપ્રિલમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થતો આવ્યો છે. બરાબર એક વર્ષ અગાઉ 14-15 એપ્રિલના 43.6 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચી ગયો હતો. જ્યારે કે 17-18 એપ્રિલ ૨૦૧૦ના રોજ 44.6 ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. જે અમદાવાદમાં છેલ્લા દસ વર્ષમાં નોંધાયેલી સૌથી વધુ ગરમી છે.

(11:56 am IST)