ગુજરાત
News of Friday, 15th March 2019

વડાપ્રધાન મોદીના નેતૃત્વ અંગે સુરતના વકીલ મેહુલ ચોક્સીએ કર્યું પીએચડી

મેહુલે 121 પાનાની થિસિસ યુનિવર્સિટીમાં સબમિટ કરાવ્યો:પદવીદાન સમારોહમાં વિધિવત ડિગ્રી અપાશે

 

સુરત :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર ફિલ્મ બનવા જઇ રહી છે ત્યારે સુરતના વકીલે વડાપ્રધાન મોદી ઉપર પીએચડી કર્યું છે. સુરતમાં વકીલ એવા મેહુલ ચોક્સીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના લીડરશીપ ઉપર Phd કર્યું છે. વિશ્વમાં પહેલી વખત નરેન્દ્રભાઈ  મોદીના લીડરશીપ ઉપર પીએચડી થયું છે

     નર્મદ યુનિવર્સિટી દ્વારા પીએચડી પૂર્ણ થયાનું નોટિફિકેશન બહાર પડાયું છે આગામી પદવીદાન સમારોહમાં મેહુલ ચોક્સીને વિધિવત રીતે ડીગ્રી અપાશે. એમએ પોલિટિકલ સાયન્સ કર્યા બાદ મેહુલ ચોક્સિ મોદીની લીડરશીપ ઉપર પ્રભાવિત થયા હતા. મોદી સીએમ હતા ત્યારે મેહુલ એકવાર તેમને રૂબરૂ મળ્યા હતા. પીએમ મોદીની લીડરશીપ ઉપર મેહુલે 121 પાનાની થિસિસ યુનિવર્સિટીમાં સબમિટ કરાવ્યો છે.

    પીએચડી અંગે મેહુલ ચોક્સીએ જણાવ્યું હતું કે, તેઓ પોલિટિકસ સાયન્સ કર્યા બાદ નરેન્દ્ર ભાઈ મોદીની લીડરશીપથી પ્રભાવીત થયા હતા. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એક વખત તેમને રૂબરૂ મળવાનું થયું હતું. તેમણે વર્ષ 2010માં પીએડીનું કામ શરૂ કર્યું હતું.

તેમણે વધું જણાવ્યું હતું કે, વર્ષ 2010માં નરેન્દ્રભાઈ  મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ એકપણ ચૂંટણી લડ્યા ન્હોતા.તેમણે જણાવ્યું કે જનલીડર બનવા પાછલના કયા કારણો હોઇ શકે અંગે રિસર્ચમાં જણાવ્યું છે.

 

(1:29 am IST)