ગુજરાત
News of Friday, 15th March 2019

પીએમ મોદીના ટેકેદાર અને વડોદરામાં ચાની લારી ધરાવતા કિરણ મહિડા ચૂંટણી લડવા ઇચ્છુક : માંગી લોકસભાની ટિકિટ

વડોદરામાં ગત ચૂંટણીમાં PM મોદીના ટેકેદાર રહેલાકિરણ મહિડાએ ચૂંટણી લડવા જાહેરાત કરી

 

વડોદરા :લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે વડોદરાના ચાની કીટલી ચલાવતા અને ગત ચૂંટણીમાં મોદીના ટેકેદાર એવા કિરણ મહિડાએ ચૂંટણી લડવા જાહેરાત કરી છે અને લોકસભાની ટિકિટ માંગી છે

  ગત લોકસભાની ચૂંટણીમાં PM વડાપ્રધાન મોદી જ્યારે વડોદરામાંથી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓએ ચૂંટણીફોર્મમાં ટેકેદાર તરીકે વડોદરામાં કોર્પોરેશનની સામે ચાની લારી ચલાવતા કિરણ મહીડાની પસંદગી કરી હતી, હવે વખતની લોકસભામાં મોદીજી ક્યાંથી ચૂંટણી લડશે નક્કી નથી થયું પરંતુ કિરણ ભાઇએ વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. કિરણભાઇએ પાર્ટી પાસે ટિકિટની પણ માગણી કરી છે, જો કે હાલ અંગે નિર્ણય લેવાયો નથી.
   
પહેલા જયારે નરેન્દ્રભાઈ  મોદીએ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું ત્યારે પણ ચા વાળા કિરણ મહિડાને ટેકેદાર તરીકે સાથે રાખ્યા હતા. ફોર્મ ભરતી વખતે વડાપ્રધાન મોદી ચા વાળા કિરણભાઇને ગળે પણ મળ્યા હતા, અને તેની સાથે વાતચીત પણ કરી હતી,

  ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પરથી જંગી બહુમતીથી જીતીને વડોદરાની જનતાઓ આભાર માનવા માટે આવ્યા ત્યારે પણ ચા વાળા કિરણ મહીડાને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું.લોકસભા 2014માં 26 મેના રોજ PM મોદીએ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે દેશ વિદેશથી લોકો સહિત વડોદરાના ચા વાળા કિરણ મહીડાને પણ સમથ વિધિ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું

(1:11 am IST)