ગુજરાત
News of Friday, 15th March 2019

ઠાસરામાં 15 દિવસમાં 15 ભેંસના મોતથી પશુપાલકો ચિંતાતુર :અમૂલના દાણ ખાવાથી મોત થયાનો આક્ષેપ

અનેક ભેંસો બીમાર પડી : પશુ અધિકારી દ્વારા દાણના નમૂના તપાસ માટે મોકલાયા

ઠસારાઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રવાલીયા ગામે ૧૫ ભેંસના મોત થતા પશુપાલકો ચિંતાતુર બન્યા છે. અમૂલનું દાણ ખાવાથી ભેંસના મોત થતા હોવાનો પશુપાલકો દ્વારા આક્ષેપ કરી ભેંસના મોત અંગે તપાસની માંગ કરવામાં આવી રહી છે.

ઠાસરા તાલુકાના રવાલીયા ગામમાં છેલ્લા 15 દિવસથી ભેંસના મોત થઇ રહ્યા છે. આજે વધુ એક ભેંસના મોત સહિત અત્યાર સુધીમાં ૧૫ ઉપરાંત ભેંસના મોત થયા છે. અન્ય અનેક ભેંસ દરરોજ બીમાર પડી રહી છે. રોજે રોજ બીમાર પડી રહેલી તેમજ મૃત્યુ પામી રહેલી ભેંસને પગલે ગામના પશુપાલકો ચિંતાતુર બન્યા છે.
પશુપાલકોના મત મુજબ, અમૂલનું પશુદાણ ખાવાને કારણે ભેંસના મોત થઇ રહ્યા છે. પશુપાલકો દ્વારા આ અંગે રજુઆત કરવામાં આવતા પશુ અધિકારી દ્વારા દાણના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.

(12:28 am IST)