ગુજરાત
News of Friday, 15th March 2019

હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે કેમ ?હાઇકોર્ટમાં 19મી માર્ચે વધુ સુનાવણી

રાજ્ય સરકારને આ મામલે સોમવાર સુધીમાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ

અમદાવાદ:પાસના સુપ્રીમો અને કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ રાખવા બાબતે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ એ.જી. ઉરાઇઝીએ રાજ્ય સરકારને આ મામલે સોમવાર સુધીમાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી 18મી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે

     અગાઉ જસ્ટિસ આર.પી.ધોલરીયાએ આ કેસને નોટ બી ફોર મી એટલે કે અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો હતો, ત્યારબાદ જસ્ટિસ એ.જી. ઉરાઈઝીની કોર્ટમાં હાર્દિકની અરજી દાખલ કરવામાં આવી હતી. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે તેવા નિવેદન આપ્યાં છે, ત્યારે લોકસભાની ચૂંટણી વિના અવરોધે લડી શકાય માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
   વર્ષ 2015માં હાર્દિક પટેલે સ્થાનિક ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં સ્થાનિક કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા ફટાકરી હતી, ત્યાર બાદ સજા વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.

 

(12:15 am IST)