ગુજરાત
News of Friday, 15th March 2019

ભારે કરી :જયનારાયણ વ્યાસે ભાજપનો ખેસ પહેવાની ના પાડી, કહ્યું-,લોકો મને ઓળખે છે'

આટલા વર્ષો બાદ હવે ભાજપનો ખેસ પહેરું તો જ ઓળખાવું એ પણ જરૂરી નથી

વડોદરા: ભાજપના નિરીક્ષકો વડોદરામાં ભાજપના હોદ્દેદારોની સેન્સ લઈ રહ્યાં હતા ત્યારે પૂર્વે ભાજપનો ખેસ ફેરવાને લઈને એક વિવાદ બહાર આવ્યો છે 

   વડોદરાના સાંસદ રંજન ભટ્ટે જ્યારે જય નારાયણ વ્યાસને ખેસ પહેરવાનું કહ્યું, ત્યારે જયનારાયણ વ્યાસે ખેસ પહેરવાને લઈને મનાઈ કરી હતી. ઉપરાંત તેઓએ જણાવ્યું કે, હું ખેસ પહેરું તો ભાજપનો કહેવાવું એવું જરૂરી નથી. આટલા વર્ષો બાદ હવે ભાજપનો ખેસ પહેરું તો ઓળખાવું પણ જરૂરી નથી. લોકો મને ઓળખે છે. તમામ સંવાદ કેમેરામાં કેદ થયા છે.
    
અત્રે ઉલ્લેખનીય છે કે, મુદ્દો વિવાદનું કારણ બને તો તેમાં નવાઈ નથી. કહેવાય છે કે, વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ જયનારાયણ વ્યાસને ભાજપ દ્વારા નજર અંદાજ કરવામાં આવ્યાં હતાં. 2012માં વ્યાસને સિદ્ધપુર બેઠકથી નહોતું લડવું પણ ભાજપે તેમને સિદ્ધપુરથી ટિકિટ આપી હતી અને ચૂંટણી પરિણામમાં વ્યાસની હાર થઈ હતી.

(12:06 am IST)