ગુજરાત
News of Friday, 15th March 2019

સસ્તા અનાજના દુકાનદારે જથ્થો બારોબાર વેચી દીધો

ગરીબોને આપવાનો જથ્થો બારોબાર વેચ્યોઃ ડિસા તાલુકાના સુથિયા ગામ ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવનારે જથ્થો બહાર વેચી મારતા ભારે હોબાળો થયો

અમદાવાદ,તા.૧૫: ડીસા તાલુકા ના સુથીયા ગામે સસ્તા અનાજ ની દુકાન ચલાવતા ઈસમે અનાજ નો જથ્થો ગરીબો ને આપવાના બદલે બારોબાર રાજેસ્થાન માં વેચી નાખતા લોકોએ આ ઈસમ સામે ફિટકાર વરસાવ્યો હતો  તો બીજી તરફ ફાટી  ને ધુમાડે ગયેલા રમેશ ના ભાઈ ગણપતે ધમકી આપતા જણાવ્યું હતું કે અનાજ રાજેસ્થાન પહોંચાડવા માટે તો અમે લોકો છેક ઉપર સુધી પૈસા આપીએ છીએ માટે અમારું કોઈ કશુંજ બગાડી શકે તેમ નથી ત્યારે લોકોએ  તંત્ર પાસે માંગણી કરી હતી કે આ ઈસમ નું લાયસન્સ રદ કરી કરી તેની સામે તાત્કાલિક કાયદેસર ના પગલાં ભરો અને રાજેસ્થાન માંથી આ અનાજ પરત લાવી ગરીબો ને આપો વી.ઓ-દેશ ના વડાપ્રધાન અને  ગુજરાત ના મુખ્ય મંત્રી ગુજરાત વાસીઓ માટે તેમજ ગરીબ લોકો માટે વિવિધ યોજના ઓ બહાર પાડે છે જેને લઈ ગરીબ લોકો ને પણ સુવિધા મળી રહે સરકાર ધ્વરા તમામ ગરીબ લોકોને સસ્તા અનાજ ની દુકાન ધ્વરા નજીવા દરે  અનાજ ,ભાત,દાળ તેલ કેરોસીન વગેરે જીવન જરૂરિયાત વસ્તુ  આપવામાં આવે છે પરંતુ કેટલાક સસ્તા અનાજ ની દુકાન ચલાવતા ઈસમો આ જીવન જરૂરિયાત વસ્તુઓ ગરીબો ને સસ્તા ભાવે આપવાના બદલે રાજેસ્થાન ઊંચા ભાવે પધરાવી કાળાબજારી કરી રહ્યા છે વાત છે ડીસા તાલુકા ના સુથીયા ગામ ની કે જ્યાં  રમેશભાઈ નામનો ઈસમ સસ્તા અનાજ ની દુકાન ચલાવે છે અને આ રમેશ નામનો ઈસમ અનાજ ગરીબો ને આપવાના બદલે અનાજ બરોબર રાજેસ્થાન માં વેચી નાખે છે,,,,,,, પહેલા તો અમે પણ આ વાત લોકોના મોઠે  સાંભળી હતી પરંતુ સમગ્ર વસ્તુ અમારા કેમેરા માં કેદ થતા અમે પણ ચોકી ગયા હતા આજે અમને લોકો ધ્વરા જાણવા મળ્યું હતું કે રમેશ આજે તેની દુકાન માં પડેલો જથ્થો રાજેસ્થાન વેચવા માટે ગાડી ભરી રહ્યો છે અને ગાડી ભરી માલ રાજેસ્થાન જવાનો છે ત્યારે અમે આ બાબતે તાપસ કરતા ગાડી ૬૫ થી પણ વધુ ઘઉં ના કટ્ટા ભરી રાજેસ્થાન તરફ જી રહી હતી ગાડી ના ચાલાક ને આ બાબતે પૂછતાં તેને કેમેરા સામે બોલવાનો ઇનકાર કરી દીધો હતો અને ગાડીના ચાલક ઉપર કોઈ ગણપતભાઈ નામના ઈસામનો ફોન આવ્યો હતો જેને જણાવ્યું હતું કે કે આવા તો કેટલાય આવે આપણે પૈસા છેક ઉપર સુધી આપીએ છીએ માટે આપણું કોઈ કશું બગાડી શકે તેમાં નથી અને જો કોઈ રસ્તા માં આવે તો તેને ગાડી થી ઉડાડી દેજે તેમ કહી ફોન મૂકી દીધો હતો અને ગાડીનો ચાલાક ત્યાંથી ગાડી લઈ રાજેસ્થાન માં ગયો હતો ૬૫ કટ્ટા ઘઉં એટલે કે ૩૨૫૦ કિલ્લો ઘઉં ગરીબો ના મોઠા માંથી છીનવાય આ ૩૨૫૦ કિલ્લો ઘઉં કેટલા ગરીબ પરિવાર ના હશે તે એક મોટો સવાલ છે ત્યારે જો તંત્ર આ બાબતે તાપસ કરે તો સસ્તા અનાજ ની દુકાન ચલાવતા ઈસામનો બહુ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે આ દલાલ ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરે છે તેતો સમય જ બતાવશે.

(9:51 pm IST)