ગુજરાત
News of Friday, 15th March 2019

ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક :હાર્દિકનો કથિત વીડિયો પોસ્ટ :ભાજપ પ્રવક્તા બગ્ગાએ સ્ક્રિન શોટ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને પૂછ્યો સવાલ

કોંગ્રેસ કરશે ફરિયાદ :હાર્દિકનો ફોટો પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી

 

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક થઇ છે વેબસાઈટ હેક કરી પાસના સુપ્રીમો અને હાલમાં કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલનો કથિત જૂનો વીડિયો વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અંગેની માહિતી ભાજપના પ્રવક્તા તજીંદરપાલસિંઘ બગ્ગાએ આપી હતી. બગ્ગાએ એક સ્ક્રિન શોટ ટ્વીટ કરી રાહુલ ગાંધીને સવાલ કર્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગત 12 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.હાર્દિકે લોકસભા ચૂંટણીની વાત પણ કરી હતી.

  હાર્દિકનો કથિત વીડિયો ગુજરાત વિધાનસભા- 2017ની ચૂંટણીના થોડા સમય પહેલા એટલે કે નવેમ્બર માસમાં વાયરલ થયો હતો.

  મામલે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું કે, વેબસાઇટ સર્વર પર ચાલે છે. માટે કોઈપણ હેકર હેક કરી શકે છે. અંગે કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવશે અને હાર્દિકનો ફોટો પોસ્ટ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.  
 
કોંગ્રેસની હેક થયેલી વેબસાઇટ પર ભાજપના પ્રવક્તા બગ્ગાએ સ્ક્રીન શોટ લઈને ટ્વીટ કર્યું છે કે, શું રાહુલ ગાંધી તમે આવા લોકોને પ્રમોટ કરીને મત માંગશો?

 

(11:51 pm IST)