ગુજરાત
News of Friday, 15th March 2019

ડાકોર રેલવે સ્ટેશન પરથી બે અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તપાસ શરૂ

ડાકોર:રેલવે સ્ટેશન પરથી કુદરતી રીતે મોતને ભેટેલા બે અજાણ્યા પુરૂષોની લાશો મળી આવી હતી જે અંગે રેલવે પોલીસે અકસ્માતે મોતના ગુનાઓ દાખલ કરીને તેમના વર્ણનના આધારે વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર એક ૬૨ વર્ષના વૃધ્ધે સફેદ ધોતી અને સફેદ ઝભ્ભો પહેર્યો છે જ્યારે ૬૫ વર્ષના પુરૂષે સફેદ ઝભ્ભો અને પીળા કલરની સાફી પહેરી છે. આ વર્ણનના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 

(5:47 pm IST)