ગુજરાત
News of Friday, 15th March 2019

સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણીની પહેલા 240 મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ: કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

મોડાસા: શહેરમાં લોકશાહીના મહાપર્વ સમાન ૧૭ મી લોકસભાની ચૂંટણીઓની જાહેરાત સાથે જ વહીવટી તંત્ર એકશન મોડ પર આવી ગયું છે. જયારે રાજકીય પક્ષો ના કાર્યકરો માં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.ચૂંટણીની જાહેરાતથી માંડી અઢી માસની ચૂંટણી પ્રક્રિયાને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે.આ લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૨૪૦ મતદાન મથકો પરથી વેબ કાસ્ટીંગ કરવામાં આવનાર હોવાથી આ મતદાન મથકની તમામ પ્રક્રિયા ચૂંટણી અધિકારીથી માંડી દિલ્હી ખાતેના મુખ્ય નિર્વાચન અધિકારી એક કલીકના આધારે સીધું પ્રસારણ જોઈ શકશે.

(5:47 pm IST)