ગુજરાત
News of Friday, 15th March 2019

મહેસાણામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટ તંત્રની તડામાર તૈયારી: નાણાંની હેરાફેરી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી

મહેસાણા: લોકસભાની બેઠક ઉપર ચૂંટણી યોજાનાર છે. શાંતિપૂર્ણ રીતે સમગ્ર પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા વહિવટીતંત્રએ તૈયારીઓ કરી છે. મોટાભાગે તમામ ચુંટણીઓમાં નાણાની બોલબાલા સામાન્ય બની છે. જેથી મહેસાણા જિલ્લામાં ચૂંટણી દરમિયાન પૈસાની હેરાફેરી પર અંકુશ લાવવા તંત્રની ચાંપતી નજર રહેશે. જેમાં 7 ચેકપોસ્ટ શરૃ કરી અહીં પોલીસની ટીમો રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણા લોકસભા બેઠક માટે 1864 મતદાન બૂથ ઉપર 1627683 મતદારો, પાટણ બેઠક ઉપર 1251 મતદાન કેન્દ્રો પર 1797933 મતદારો અને બનાસકાંઠા લોકસભા બેઠક માટે બનાવાયેલા ૨૬૧૫ મતદાન મથકો પરથી 2217912 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઉત્તર ગુજરાતની મહત્વની ગણાતી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા લોકસભાની ચુંટણી જાહેર થતાં જ આખુ વહિવટીતંત્ર ઈલેક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. જ્યારે મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો આ ત્રણેય બેઠકો પર પોતાના ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત શરૃ કરી છે.

(5:46 pm IST)