ગુજરાત
News of Friday, 15th March 2019

ઠાસરા-ગળતેશ્વરમાં પશુદાણ ખાવાથી 36થી વધુ પશુ મોતનેભેટયા

નડિયાદ:ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં અમુલ પશુ દાણ ખાવાથી ૩૬થી વધુ પશુઓના મોત થયા છે. આ મામલે પશુપાલકોએ આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે.પશુપાલકોનો આક્ષેપ છે કે તેમના પશુઓ અમુલ દાણ ખાવાને કારણે મોતને ભેટયા છે.જેમાં ગળતેશ્વર તાલુકામાં ૨૧, જ્યારે ઠાસરા તાલુકાના રવાલિયા ગામમાં ૧૫ પશુઓના મોત થયા છે.

ખેડા જિલ્લાના ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં અમુલ પશુ દાણ ખાવાથી પશુઓના મોત થયા હોવાની ફરિયાદો ઉઠી છે.તા.૨૬-૨-૧૯ થી ૧૧-૩-૧૯ સુધી ગળતેશ્વર તાલુકાના ૨૧ દુઘાળા પશુઓના મોત થયા છે.જ્યારે ઠાસરા તાલુકાના રવાલિયા ગામે ૧૫ દુઘાળા પશુઓ મોતને ભેટયા છે. 

(5:44 pm IST)