ગુજરાત
News of Friday, 15th March 2019

અગમ્ય કારણોસર સુરતની 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવી મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરમાં ૧૪ વર્ષની ટીનએજર એવી ધોરણ-૮માં ભણતી વિદ્યાર્થિનીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. શ્રમજીવી પરિવારની આ તરુણીએ જીવ કેમ ટુંકાવ્યું તે હજુ રહસ્ય છે.

ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતી ૧૪ વર્ષીય મેધના સુખદેવ વાધ ગત સાંજે ઘરમાં ઝેરી દવા ગટગટાવી ગઇ હતી. તેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટી હતી. પોલીસ સુત્રો જણાવ્યુ હતુ કે મેધના ઉધના વિસ્તારની શાળામાં ધો.૮ માં અભ્યાસ કરતી હતી.

(5:42 pm IST)