ગુજરાત
News of Friday, 15th March 2019

સુરતના રિંગરોડ પર ત્રણ બ્રોકરે 12 કરોડની સાડીની ખરીદી કરી પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરી

સુરત: શહેરમાં રીંગરોડની ઇન્ડિયા માર્કેટમાં ઓફિસ ધરાવતા તમિલનાડુના ત્રણ દલાલોએ વણકર ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી સહિત બે વેપારી પાસેથી રૂ. ૭૫ લાખની સાડી તમિલનાડુ અને કર્ણાટકના ૧૩ વેપારીઓને મોકલી આપી તેનું પેમેન્ટ ચુકવ્યુ ન હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં સરથાણા પુણા સીમાડા રોડ શ્યામધામ ચોક સરસ્વતી વિભાગ-૨ ઘર નંબર ૧૧ માં રહેતા કૌશિકભાઇ હરેશભાઈ મેંદપરા રીંગરોડ વણકર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં સાડીનો વેપાર કરે છે. રીંગરોડ ના ઇન્ડિયા માર્કેટ ની દુકાન નં.૧૦૪ માં દલાલીનું કામ કરતા તમિલનાડુના બાલા ચેની મુર્ગન, શ્રીનિવાસ દસારી ઉર્ફે વાસુ અને વાસુ સૂર્યનારાયણ સુન્યુએ ગત ઓગસ્ટ ૨૦૧૮ થી કૌશિકભાઇ અને અન્ય વેપારી ગૌતમભાઈ પાસેથી સાડી ઉધારમાં લઈ તમિલનાડુ અને કર્ણાટકના ૧૩ વેપારીઓને મોકલવા માંડી હતી. 

(5:41 pm IST)