ગુજરાત
News of Friday, 15th March 2019

વડોદરામાં નામચીન કંપનીના કર્મચારીઓએ બાકી લેણાં માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

વડોદરા: શહેરની બહુચર્ચીત વધુ એક કંપની બાયોટોર ઇન્ડસ્ટ્રીઝ તા.૩૧ ડિસેમ્બરથી લીક્વીડીટીમાં ગઇ છે અને સરકાર દ્વારા એનસીએલટીના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે આ કંપનીના કર્મચારીઓએ પોતાના બાકી લેણાં માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

બાયોટોર ઇન્ડસ્ટ્રીઝ લી.(જયંત ઓઇલ્સ એન્ડ ડેરીવેટીવ્ઝ લી.) વર્ષ ૧૯૭૩થી જીઆઇડીસી મકરપુરામાં કેસ્ટર ઓઇલ (દિવેલ) તેમજ અન્ય પ્રોડક્ટસનું ઉત્પાદન કરતી હતી. એશિયાની નંબર-૧ કંપનીમાં પાંચસોથી વધારે કર્મચારીઓ ફરજ બજાવતા હતાં. આજે કેટલાક કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે કંપનીના માલિકોએ કામદારોનું હંમેશા શોષણ કર્યું છે. આ કંપની કાયદાકીય રીતે ફેક્ટરી અને લેબર વિભાગમાં બંધ કરી નથી પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરી લિક્વીડીટીની પ્રક્રિયા કામદારોને અંધારામાં રાખી કરી જેની જાણ સરકારે નિયુક્ત કરેલા અધિકારી દ્વારા અમોને થઇ  હતી.

(5:39 pm IST)