ગુજરાત
News of Friday, 15th March 2019

નોટરીઓની નિમણુંકને ગુજરાત હાઇકોર્ટમાં પડકારઃ ૨૩મીએ સુનાવણી

વકીલો દ્વારા રીટ કરાઇઃ કેન્દ્ર સરકારને જવાબ આપવા નોટીસ અપાઇ : મુસ્લિમ વકીલોને અન્યાયની લાગણી : રાજકીય વગ વાળાને નિમણુંકો અપાઇ

રાજકોટ તા ૧૫  : તાજેતરમાં કેન્દ્રસરકાર દ્વારા કરવામાં આવેલ નોટરીઓની નિમણુંક ને કેટલાંક વકીલોએ પક્ષકાર બનીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારેલ છે.

જાણવામળતી માહીતી મુજબ ગુજરાત હાઇકોર્ટમાં રીટ થતા હાઇકોર્ટે દ્વારા કેન્દ્ર સરકારને નોટીશ ઇસ્યુ કરીને વધુ સુનાવણી અગામી તા.૨૩ ઉપર મુલત્વી રાખેલ છે.

ગુજરાતના કુલ ૩૬ જેટલા વકીલોએ કેન્દ્ર સરકારની નોટરીના નિમણુંકના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો છે.

આ રીટમાં જણાવાયું છે કે ૨૩ ઓગસ્ટે જે જાહેરનામું બહાર પાડેલ તેમાં ૧૭૬૦ ની જરૂર છે તેવું જણાવવામાં આવેલ છે , ત્યારબાદ તા. ૨૮ ઓગસ્ટે ૩૦૦૦ વકીલોની નોટરી તરીકે જરૂર છે તેમ જણાવીને સંખ્યા વધારી દીધેલ છે અને કુલ ૧૮૯૬ ન ેનીમણુંક આપી છે.

જેઓને નિમણુંક નહી આપેલી તે અંગેકોઇ લેખીત કારણો આપવામાં આવેલ નથી. રાજકીય વગ વાળી વ્યકિતઓને નિમણુંકો અપાયાનો પણ રીટમાં આક્ષેપ કરેલ છે.

આ રીટમાં રાજકીય વગ ધરાવતા વકીલોના રાજકીયઆગેવાનો સાથેના ફોટોગ્રાફ પણ રજુકરેલ છે. નોટરીની નીમણુંકોના હુકમને રાજકીય વગ મુજબ કરવામાં આવેલ છે.

અમદાવાદ ડીસ્ટ્રીકટમાં એક પણ મુસ્લીમ વકીલને નોટરી નથી બનાવેલ તેવો પણ રીટમાં આક્ષેપ કરવામાં આવેલ છે. કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારાઇન્ટરવ્યું લેવાયેલ છે. નિયમો મુજબ કાર્યવાહી નથી સીનીયોરીટીને પણ ધ્યાને નથી લેવાઇ. સીનીયરોને બાકાત રાખીને જુનીયરોને લેવામાં આવેલ છે.

આ રીતે ગુજરાતના વકીલ અયુબખાન બીસમીલાખાન પઠાણ, ફારૂકભાઇ  કાસમભાઇ છેલા, ઇકબાલ ઠેબા, ઇકબાલ હુશેન મહમદ ભાદરકા, કાજી ઇમ્તીયાઝ હયાતભાઇ અને કાજી રશીલભાઇ ઉસ્માનભાઇ વિગેરે કેન્દ્ર સરકાર વિરૂધ્ધ રીટ કરતા હાઇકોર્ટે દ્વારા કેન્દ્ર સરકારને નોટીસ પાઠવવામાં આવી છે.

(3:54 pm IST)