ગુજરાત
News of Friday, 15th March 2019

હાર્દિક પટેલ કોઈપણ શરતો મૂક્યા વિના કોંગ્રેસમાં જોડાયો છે: અમિત ચાવડા

કોઈ પક્ષ સાથે નહીં પણ વિચારધારા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા પાર્ટીમાં જોડાયા

 

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલ 12 માર્ચના દિવસે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રસમાં જોડાયો છે. હાર્દિકના કોંગ્રેસમાં જોડાવવા અંગે એવી અટકળ વહેતી થઇ હતી કે, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવાની શરત સાથે કોંગ્રેસમાં જોડાયો છે, ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાઓ જણાવ્યું હતું કે, ઈચ્છા રાખવી અને શરત મુકવી બંનેમાં મોટો તફાવત છે.

  અમિત ચાવડાએ કહ્યું હતું કે હાર્દિક પટેલે જ્યારે પક્ષનું પ્રાથમિક સભ્યપદ વિધીવત રીતે સ્વીકાર્યું ત્યારે તેણે સ્પષ્ટરીતે કહ્યું છે કે, હું પક્ષમાં એક કાર્યકર્તા તરીકે જોડાયો છું અને પક્ષ મને જે પણ જવાબદારી સોંપશે જવાબદારી હું પક્ષના એક સૈનિક અને નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે અન્ય કાર્યકર્તાઓની સાથે રહીને નિભાવીશ. બાબત બતાવે છે કે, હાર્દિક પટેલ કોઈ પક્ષ સાથે નહીં પણ એક વિચારધારા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

(10:36 pm IST)