ગુજરાત
News of Friday, 15th March 2019

બાંકડા પર બાયડના ધારાસભ્યના નામ ઉપર કૂચડો ફેરવી દેવાતા નારાજ ધારાસભ્ય ચૂંટણી પંચ પહોંચ્યા

આચારસંહિતાનો ભંગ નહિ થતો હોવાનો ચૂંટણીપંચમાં રજૂઆત કરી

 

અરવલ્લી:અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકાના ગાજણ ગામે બાયડના ધારાસભ્ય દ્રારા આપવામાં આવેલ બાંકડાઓ પર ધારાસભ્યનું નામ લખવામાં આવેલું હતું.પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. જેના પગલે ગાજણ ગામે મુકવામાં આવેલા બાંકડા પર ધારાસભ્યા નામ પર તંત્ર દ્રારા કૂંચડો ફેરવી દેવામાં આવ્યો હતોજેની જાણ બાયડના ધારાસભ્યને થતાં તેઓનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ગુસ્સે ભરાયેલા ધારાસભ્યએ અંગે આચાર સંહિતાનો ભંગ નહિ થતો હોવાનો ચૂંટણીપંચમાં રજૂઆત કરી હતી.

(9:17 am IST)