ગુજરાત
News of Friday, 15th March 2019

વડોદરા પોલીસ દ્વારા બોગસ માર્કશીટ વેચવાના કૌભાંડનો પર્દાફાશ :પ્રિન્સ પાઠકનીધરપકડ

વિવિધ યુનિવર્સીટીની માર્કશીટો મળતા પોલીસ પણ ચોકી ઉઠી

વડોદરા :વડોદરામાં બી,બી..ના યુવાન દ્વારા દેશના વિવિધ રાજ્યોની ધો-10 અને 12 અને બી..ની બોગસ માર્કશીટ બનાવીને વેચવાના ચાલતા કૌભાંડનો વડોદરા શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે.

  મળતી વિગત મુજબ ગોત્રી પોલીસ મથકના પી.આઇ. ડી.કે. રાવે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગોત્રી પોલીસને સ્ટેશન વિસ્તારમાં આવેલા લલિતા ટાવર કોમ્પ્લેક્ષમાં બોગસ માર્કશીટ બનાવવાનું કૌંભાડ ચાલતુ હોવાની માહિતી મળી હતી

   . માહિતીના આધારે પોલીસે ઓફિસમાં દરોડો પાડી પ્રિન્સ ભુવનેશ પાઠક નામના શખ્સની ધરપકડ કરી હતી. સાથે ઓફિસમાં તપાસ કરતાં તેમાંથી જયપુર યુનિવર્સિટી, ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી, દેહરાદૂન ઓપન યુનિવર્સિટી, ઝારખંડ યુનિવર્સિટી, ઉત્તરાખંડ અને યુ.પી.ની યુનિવર્સિટીની માર્કશીટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી

(11:33 pm IST)