ગુજરાત
News of Friday, 15th March 2019

રાજ્યમાં RTE પ્રક્રિયા વહેલી પૂર્ણ કરીને બાળકોને સમયસર શાળામાં પ્રવેશ અપાવવા હાઇકોર્ટમાં અરજી :20મીએ સુનાવણી

મોડો પ્રવેશ મળતો હોવાને લીધે તેમનું શિક્ષણ કાચું ન રહી જાય માટેહાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

 

અમદાવાદઃ રાજ્યમાં દર વર્ષે RTE હેઠળ ભણતા બાળકોને શાળામાં મોડો પ્રવેશ મળતો હોવાને લીધે તેમનું શિક્ષણ કાચું રહી જાય માટે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઈ છે મામલે વધુ સુનાવણી આગામી 20મીએ હાથ ધરવામાં આવશે.

   દર વર્ષે CBSEમાં એપ્રિલ મહિનામાં જ્યારે ગુજરાત બોર્ડમાં જૂન મહિનામાં બાળકોને પ્રવેશ મળે છે. જ્યારે RTE પ્રકિયા હેઠળ ગરીબ બાળકોના પ્રવેશમાં મહિના જેટલો સમય લાગે છે, જેને લઈને તેમના ભણતરનો પાયો કાચો રહી જતો હોવાની દલીલ કરવામાં આવી હતી. બંધારણના અનુછેદ 14 પ્રમાણે બધાને સમાન અધિકાર છે. ત્યારે RTE હેઠળ અભ્યાસ કરતા બાળકો સાથે કેમ વિલંબ કરવામાં આવે છે. PILમાં માંગ કરાઈ છે કે, સરકાર RTE હેઠળની પ્રવેશ પ્રકિયા વહેલી તકે શરૂ કરે જેથી બાળકોનું ભણતર બગડે અને સમાનતા જાળવી શકાય.

   એટલું નહિ જાહેરહિતની અરજીમાં શાળાઓ દ્વારા કરવામાં આવતી આંકડાઓની હેરાફેરી અને માઈનોરિટી સ્ટેટ્સના દૂર-ઉપયોગ અંગે પણ વિગતો રજૂ કરી હતી. મામલે વધુ સુનાવણી આગામી 20મી માર્ચના રોજ ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ડબલ બેન્ચમાં હાથ ધરાશે.

(12:14 am IST)